સમય અને કામ (Time and Work)
P એક કામ 16 દિવસમાં પુરું કરે છે અને Q એ કામ 24 દિવસમાં પુરું કરે છે. P એકલો કામ શરૂ કર્યા બાદ 4 દિવસ સુધી કામ કરે છે, પછી Q એકલો બીજા 6 દિવસ કામ કરે છે. જો બાકીનું કામ બંને સાથે પુરું કરવાનું નક્કી કરે તો બાકીનું કામ કેટલા દિવસમાં પુરું થશે ?
P નું પ્રતિ દિવસ કામ =1/16
Q નું પ્રતિ દિવસ કામ =1/24
ધારો કે બાકીનું કામ P અને Q સાથે મળી X દિવસમાં કરે છે.
P ના કામના દિવસો = 4 + x
Q ના કામના દિવસો = 6 + x
1/16 × (4+X) + 1/24(6+X) = 1
3(4+X) + 2(6+X) / 48 = 1
12 + 3X + 12 + 2X = 48
5X = 48 - 12 - 12
5X = 24
X = 24/5 = 4(4/5) દિવસ
સમય અને કામ (Time and Work)
મહેશ, શિવ કરતાં બે ગણી ઝડપે કામ કરે છે. જો બંને મળીને એક કામ 15 દિવસમાં પુરું કરતાં હોય તો શિવ તે કામ કેટલા દિવસમાં પુરું કરશે ?
કુલ કાર્યક્ષમતા = 2 + 1 = 3
કુલ કામ = 3 × 15 = 45
શિવને કામ કરતા લાગતો સમય = 45/1 = 45 દિવસ
સમય અને કામ (Time and Work)
A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ?
A, B અને C ની એક દિવસની કમાણી = 3240/18 = 180 રૂ.
A અને C ની એક દિવસની કમાણી = 1200/10 = 120 રૂ.
B ની એક દિવસની કમાણી = A, B, Cની એક દિવસની કમાણી - A અને C ની એક દિવસની કમાણી
= 180 - 120 = 60 રૂ.
સમય અને કામ (Time and Work)
એક ચોક્કસ રકમ એક વ્યક્તિનો 21 દિવસનો અને બીજી વ્યકિતનો 28 દિવસનો પગાર ચૂકવવા પૂરતી છે, તો તે જ રકમ વડે બન્ને વ્યકિતનો કેટલા દિવસનો પગાર ચૂકવી શકાય ?
સમય અને કામ (Time and Work)
એક ફેકટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન ૫૨ ૨ાખ્યા. જો દરકે સ્ત્રીને દરેક પુરુષ કરતા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?