સમય અને કામ (Time and Work)
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે.
સમય અને કામ (Time and Work)
A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ?
A 20 દિવસમાં પુરું કામ કરે છે. જો તે 10 દિવસ કામ કરે તો તેણે અડધુ કામ કર્યું હશે. તો બાકીનું અડધું કામ B કરશે.
B પુરું કામ 10 દિવસમાં કરી શકે તો બાકીનું અડધું કામ = 10/2 = 5 દિવસમાં કરે.
કુલ દિવસ = 10 + 5 = 15
સમય અને કામ (Time and Work)
A,B,C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ?
સમય અને કામ (Time and Work)
એક છાત્રાલયના કોઠા૨માં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિધાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?
સમય અને કામ (Time and Work)
ત્રણ પુરૂષ, ચાર સ્ત્રી અને છ બાળકોને એક કામ પૂરું કરતાં 7 દિવસ લાગે છે. એક સ્ત્રી એક પુરૂષ કરતાં બમણું અને એક બાળક એક પુરૂષ કરતાં અડધું કામ કરે છે. જો એકલી સ્ત્રીઓએ આ કામ 7 દિવસમાં પુરું કરવાનું હોય તો કેટલી સ્ત્રીઓની જરૂર પડે ?