સમય અને કામ (Time and Work)
A અને B એક કાર્ય અનુક્રમે 25 અને 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેઓ બંને સાથે મળીને શરૂઆતમાં 5 દિવસ કાર્ય કરે છે. ત્યારબાદ A કામ છોડીને જતો રહે છે. તો બાકીનું કાર્ય B ને પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે ?
બંનેનું 1 દિવસનું કામ = 1/25 + 1/20 = (4+5)/100 = 9/100
5 દિવસનું કામ = 9/100 × 5 = 9/20
બાકીનું કામ = 1 - 9/20 = 11/20
બાકીનું કામ કરતા B ને લાગતો સમય = (11/20) / (1/20) = 11×20 /(20×1) = 11 દિવસ
સમય અને કામ (Time and Work)
એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પુરું કરે છે. તો A ને એકલાને તે કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે ?
કુલ કાર્યક્ષમતા = 2 + 1 = 3
કુલ કામ = 3 × 24 = 72
A ને કામ કરતા લાગતો સમય = 72/2 = 36 દિવસ
સમય અને કામ (Time and Work)
A,B,C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ?
સમય અને કામ (Time and Work)
રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે. રાજેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસાં ખોદે છે. તો બંનેને ભેળા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ?
એક ખાડો ખોદવા લાગતો સમય = 24/5
પાંચ ખાડા ખોદતા લાગતો સમય = 24/5 × 5 = 24 દિવસ
સમય અને કામ (Time and Work)
રોહિત એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. જ્યારે તે જ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે 15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂ. ?