GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કૃષિ લાગત અને મૂલ્ય આયોગ (Commission for Agricultural Costs & Prices) (CACP) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. CACP 1965 માં અસ્તિત્વમાં આવ્યું. 2. આયોગ અધ્યક્ષ, સભ્ય સચિવ, એક અધિકારીક (Official) સભ્ય અને બે બિન-અધિકારીક (Non-Official) સભ્યોનો સમાવેશ કરે છે. 3. બિન-અધિકારીક સભ્યો ખેડૂત સમુદાયના પ્રતિનિધિઓ છે. 4. CACP રવિ અને ખરીફ પાક માટે સરકારને વર્ષમાં બે વાર મૂલ્ય નીતિ અહેવાલોના સ્વરૂપમાં તેની ભલામણો સુપ્રત કરે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ડેરિવેટિવ્ઝ (Derivatives) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ડેરિવેટિવ એક નાણાકીય સાધન (financial instrument) છે કે જેનું મૂલ્ય એક કે તેથી વધારે અંતર્ગત એસેટ્સ (underlying assets) અથવા જામીનગીરીઓ (securities) માંથી તારવવામાં (derived) આવે છે. 2. આ અંતર્ગત એસેટ્સ શેર (shares), બોન્ડ (bonds) અને ચલણ (currencies) અને સોના, ચાંદી વિગેરે જેવી ચીજવસ્તુઓ (commodities) હોઈ શકે છે. 3. SEBI રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયમન થતા હોય એવાં ડેરિવેટિવ્ઝનું નિયમન કરી શકતું નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે. જેમને લાલ રંગ ગમતો હોય અને જેમને કાળો રંગ ગમતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યાનો તફાવત કેટલો થશે ?