GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિધાન મંડળમાં બેવડું (double) સભ્યપદની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. જો કોઈ વ્યક્તિ સંસદના બન્ને ગૃહોના સદસ્ય તરીકે પસંદ થાય તો તેણે / તેણીએ પોતે કયા ગૃહમાં જોડાવવા ઇચ્છે છે તે 30 દિવસની અંદર જણાવવું પડે. 2. જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તેની રાજ્યસભાની સીટ ખાલી પડશે. 3. જો કોઈ વ્યક્તિ ગૃહમાં બે બેઠક ઉપરથી ચૂંટાયેલ હોય તો તેણે કોઈ એક બેઠકનો વિકલ્પ આપવાનો રહેશે અન્યથા બંને બેઠકો ખાલી પડેલી ગણાશે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી. S અને U ની બરાબર વચ્ચેના માળ પર કોણ રહે છે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. પણ ચકાસણી બાદ માલૂમ પડ્યું કે એક વ્યક્તિની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતા 20 વર્ષ ઓછી ધ્યાને લેવાય છે. આથી સુધારા બાદ, નવી સરેરાશ 1 જેટલી વધે છે. તો લોકોની કુલ સંખ્યા કેટલી હશે ?