GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં હાથ ધરવામાં આવેલી લશ્કરી કવાયત DUSTLIK-II બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ ભારત અને ઉઝબેકિસ્તાન દ્વારા સંયુક્ત લશ્કરી કવાયત છે.
2. આ બે દેશો વચ્ચેની બીજી આવૃત્તિ છે, પ્રથમ આવૃત્તિ 2018 માં રાજસ્થાનમાં યોજાઈ હતી.
3. હાલની કવાયત ઉત્તરાખંડમાં યોજાઈ હતી.
4. આ કવાયતે બંને પક્ષોના આતંકવાદ પ્રતિકાર અને બળવા પ્રતિકાર કૌશલ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) ની અધતન ટેકનોલોજી “એર ઈન્ડીપેન્ડન્ટ પ્રોપલઝન” (AIP) બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. આ ટેકનોલોજી સબમરીનને પાણી નીચે લાંબા સમયગાળા સુધી ડુબાડેલી રાખી શકે છે.
2. આ સીસ્ટમ સબ-સરફેસ પ્લેટફોર્મને ન્યુક્લિયર સબમરીન કરતાં વધુ શાંત બનાવી ઘાતક પણ બનાવે છે.
3. ભારતીય નૌકાદળ આ ટેકનોલોજી તેનાં યુધ્ધ જહાજો (frigates) ઉપર ગોઠવવા માટે આયોજન કરી રહ્યું છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
આંતરરાષ્ટ્રીય સુનામી માહિતી કેન્દ્ર હોનોલુલુ ખાતે આવેલું છે, હોનોલુલુ શહેર ___ માં આવેલું છે.

એટલાન્ટિક મહાસાગર
હિંદ મહાસાગર
દક્ષિણ સમુદ્ર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રવિ એક રકમ સાદાવ્યાજે 4 વર્ષ માટે મૂકે છે અને બમણી રકમ પરત મેળવે છે. ત્યારબાદ સાદાવ્યાજનો દર પહેલા કરતાં 5% જેટલો વધી જાય તો કેટલા વર્ષમાં તેની રકમ બમણી થશે ?

11/3 વર્ષ
આપેલ પૈકી કોઈ નહીં
10/3 વર્ષ
3.75 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરચનાત્મક દૃષ્ટિએ ___ ને ત્રણ વિભાગોમાં વિભાજીત કરી શકાય, – રાજપીપળાં - ટેકરીઓ, મહાદેવ ટેકરીઓ તથા અમરકંટક શિખર.

અરવલ્લી શ્રેણી
વિંધ્ય શ્રેણી
સાતપુડા શ્રેણી
સહ્યાદ્રિ શ્રેણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ નું વચન, ‘‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ", ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું.

સ્વામી રામાનંદ
દયારામ
મીરાબાઈ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP