GPSC PI Prelim Exam Paper 03 January 2021
પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્યસ્થાપક વલ્લભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો. આ સંદર્ભે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. સંગીત દ્વારા સંપ્રદાયના ઘણા તત્વો લોકો સુધી પહોંચી શક્યા. ii. વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું. iii. તેઓ "સંગીત નહીં તો સંપ્રદાય નહીં" એ મતના પુરસ્કર્તા હતા.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? 1.જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે. 2. જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સદસ્ય તરીકે રહી શકે નહીં. 3. અધ્યક્ષ એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય ? 1. વાતાવરણ તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય. 2. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય. 3. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રી કે દિવસનો ચોક્કસ સમય બની જાય.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં ભારત સરકારે National Democratic Front of Bodoland (NDFB) ના નવ જૂથ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ક્ષેત્રમાં કામકાજ કરવા માટે બહારની વ્યક્તિઓએ 'મંજૂરી' લેવી પડશે. 2. આ કરાર એ આસામમાં રહેતા Bodo આદિવાસીઓને રાજકીય હક્કો પૂરા પાડશે. 3. હસ્તાક્ષર થયેલી આ સમજૂતી એ છેલ્લા 27 વર્ષમાં હસ્તાક્ષર થયા હોવા તેવા ત્રીજા કરાર છે.