GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ઈમારતની ડીઝાઈન લી કૉર્બુઝીયે દ્વારા કરવામાં આવી ન હતી ? I. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ II. મીલ ઑનર્સ એસોસીયેશન, અમદાવાદ III. ગાયકવાડ પૅલેસ, વડોદરા IV. સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે. કાળા રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે કેટલા બોક્સ મૂકેલા છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. આ સત્તામંડળની સ્થાપના સંસદમાં ઘડવામાં આવેલ અધિનિયમ અંતર્ગત કરવામાં આવી. 2. પ્રત્યેક રાજ્યમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની રચના કરવામાં આવી છે. 3. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.