GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. આદિવાસી ઈચ્છાવર લગ્નપધ્ધતિ II. ડાંગી આદિવાસી નૃત્ય III. આદિવાસી ભદ્રવર્ગની આર્થિક સામાજીક વ્યવસ્થા IV. વાંસની ગાંઠવાળું તીર a. રોબડાટી b. હાળીપ્રથા c. ખંધાડ d. ભાયા
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. એન્ડ્રુઝ પુસ્તકાલય II. સયાજી વિજય પુસ્તકાલય III. લેંગ પુસ્તકાલય IV. બાર્ટન પુસ્તકાલય a. ભાવનગર b. નવસારી c. રાજકોટ d. સુરત
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો. કંપનીએ આ સમયગાળામાં ચૂકવેલ કુલ બોનસ આ સમયગાળામાં ચુકવેલ કુલ પગારભથ્થાના આશરે કેટલા ટકા છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે. નીચે પૈકી કયા બોક્સને નંબર 231 આપેલ છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ઉત્તર પૂર્વીય પરિષદ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો તેમજ મુખ્યમંત્રીઓ બંને ઉત્તર-પૂર્વીય પરિષદના સદસ્યો છે. 2. તે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રનો ક્ષેત્રીય આયોજન સંસ્થા તરીકે કાર્ય કરે છે. 3. બે અથવા બે થી વધુ ઉત્તર-પૂર્વીય રાજ્યોને લાભકર્તા હોય તેવા પ્રોજેક્ટ અને યોજનાઓને અગ્રતા આપવામાં આવે છે.