GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ભારતમાં રેપોરેટ એ રિવર્સ રેપોરેટ કરતાં ઓછો છે. 2. ભારતમાં બેન્કરેટ એ રેપોરેટ કરતાં વધુ છે. 3. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપોરેટ કરતાં ઓછો છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
___ નવેમ્બર 2020 માં ISRO દ્વારા કૃષિ અને વન તથા આપત્તિ વ્યવસ્થાપનના કાર્યોપયોગ (applications)ને મદદરૂપ થવા પ્રક્ષેપણ કરવામાં આવેલો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં જ પરીક્ષણ થયેલ સ્વદેશી રીતે વિકસાવાયેલી ‘સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન’ (SAAW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ? I. તેનું પરીક્ષણ હોક-આઈ (Hawk-i) હવાઈ જહાજથી થયું હતું. II. SAAW 1000 કિલોગ્રામ વર્ગનું ચોકસાઈ પ્રહાર શસ્ત્ર (precision strike weapon) છે અને 1000 કિ.મી.ની અવિધ ધરાવે છે. III. SAAW નો ઉપયોગ દુશ્મનના રડાર, બંકરો અને રન-વે વિગેરે જેવી અસ્કયામતો ઉપર હુમલા કરવામાં થઈ શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બજેટ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મહેસૂલી બજેટમાં એવી લેવડ-દેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ સુધીની હોય છે. 2. મૂડી બજેટમાં એવી લેવડ-દેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ કરતાં વધુ સમયની હોય છે. 3. મહેસૂલી બજેટ એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ બંન્નેનો સમાવેશ કરે છે જ્યારે મૂડી બજેટ એ માત્ર ખર્ચનો સમાવેશ કરે છે.