GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક પાત્રમાં બે પ્રવાહી M અને N એ 7:5 ના પ્રમાણમાં છે. જો તેમાંથી 9 લિટર પ્રવાહી કાઢી લઈ તેટલું જ N નાંખવામાં આવે, તો M અને N નો ગુણોત્તર 7:9 બને છે. તો શરૂઆતમાં તે પાત્રમાં કેટલા લિટર પ્રવાહી M હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે ? I. બ્રાહ્મી લિપિની શરૂઆત II. ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ III. અશોક સ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજીયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય. 2. યુદ્ધ દરમ્યાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશાવ્યવહાર કર્યા હોય. 3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalization) ના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય. 4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભટાર્કને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. II. એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના 'પ્રખ્યાત યુદ્ધ'નો ઉલ્લેખ કરે છે. III. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો.