GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલ ‘‘ટ્રીટી એન્ડ પ્રોહિબીશન ઓફ ન્યુક્લિયર વેપન્સ" (TPNW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ? I. આ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં અપનાવવામાં આવેલ અને તે 22મી જાન્યુઆરી, 2021થી અમલમાં આવ્યું. II. સમજૂતી ઉપર સહી કરનારાં પરમાણુ શસ્ત્રોના વિકાસ, પરીક્ષણ, ઉત્પાદન, સંગ્રહ, હસ્તાંતરણ કે તેના ઉપયોગ કરવાથી પ્રતિબંધીત છે. III. યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સે સમજૂતી ઉપર સહી કરી છે. IV. ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉત્તર કોરીયાએ સમજૂતી ઉપર સહી કરી નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગણતંત્ર દિવસ પરેડ 2021 દરમ્યાન ગુજરાતના ટેબ્લા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ટેબ્લાનું વિષયવસ્તુ સૂર્ય-મંદિર, મોઢેરા હતું. II. પરેડમાં ગુજરાતના ટેબ્લાને બીજું ઈનામ મળ્યું. III. ટેબ્લાની સાથે કલાકારો દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઈન્ડીયન સાઈન લેન્ગ્વેજ ડિક્ષનરીની ત્રીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ઉચ્ચ શિક્ષણ મંત્રાલય આ ત્રીજી આવૃત્તિ જાહેર કરશે. II. નવી આવૃત્તિ રોજીંદા વપરાશના 10,000 શબ્દોનું બનેલું હશે. III. તે શૈક્ષણિક, કાયદાકીય, મેડીકલ, ટેકનીકલ, વહીવટી અને કૃષિ લગતા શબ્દોનો પણ તેની અંદર સમાવેશ કરશે.