GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તિજોરી બિલો (Treasury Bills) વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તિજોરી બિલો ખૂબ જ તરલ (liquid) છે.
2. આ બિલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે.
3. માત્ર RBI અને વ્યાપારી બેંકો આ તિજોરી બિલો ખરીદી શકે છે.

માત્ર 1
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની આબોહવાકીય પરિસ્થિતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. મધ્ય એશિયા તથા સાઈબીરીયા ક્ષેત્રમાંથી આવતા અતિશય ઠંડા અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ તરીકે કામ કરે છે.
2. હિમાલય ભારતીય ઉપખંડ તથા મધ્ય એશિયા વચ્ચે આબોહવાના વિભાજક તરીકે કાર્ય કરે છે.
૩. પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે.
4. ઉનાળા દરમ્યાન હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારતના મેદાનો ઉપર દક્ષિણ તરફ ફંટાય છે.

માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતને પરમાણુ પૂરા પાડનારા જૂથ (Nuclear Suppliers Group) (NSG) તરફથી મળેલ મુક્તિનું મહત્ત્વ શું છે ?

ભારત બીજા દેશોને ઈંધણ પૂરું પાડી શકે.
ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે.
ભારત પરમાણુ પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડી શકે.
ભારત તેના પોતાના પરમાણુ રીએક્ટર ડીઝાઈન કરી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં સમાચારોમાં સ્કવેર કિલોમીટર એરે (Square Kilometer Array) છે. આ ___ છે.

આપેલ પૈકી એક પણ નહીં
એક ચોરસ કિલોમીટરમાં કોવિડ દર્દીઓની સંખ્યા
ગ્લેશિયરમાં હિમપ્રપાતોનું માપ
વિશાળ સંખ્યામાં રીસીવરો ધરાવતું ટેલીસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી ક્યા ઈ-વેસ્ટ (E-Waste) ના પ્રકાર નથી ?
1. લીડ, કેડેમીયમ
3. બેરીયમ
2. પારો, ક્રોમિયમ
4. બેરિલિયમ

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું વાતાવરણના ક્ષોભ આવરણ (Troposphere) માં હવાના સંચારણનું કારણ છે ?

પરંપરાગત પ્રવાહો (Convectional Current)
હવાના દબાણમાં તફાવત
પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ
સૌર પવન (Solar Wind)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP