Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અહીં, એક પ્રશ્ન અને ત્રણ વિધાનો આપ્યા છે. તમારે એ નક્કી કરવાનું છે કે કયું / કયા વિધાન / વિધાનો તે પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે.
પ્રશ્ન : x નું મૂલ્ય કેટલું છે ?
વિધાનો :

આપેલ પૈકી એક પણ નહીં
I અને II અથવા I અને III પર્યાપ્ત છે.
III એકલું પર્યાપ્ત છે
I એકલું અથવા III એકલું પર્યાપ્ત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઈન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું.
II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી.
III. ઈટાલિયન યાત્રી, વરથીમા ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ-અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.

ફક્ત II અને III
ફક્ત I અને III
ફક્ત I અને II
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ABCD એક સમલંબ ચતુષ્કોણ છે, જેમાં AB || CD, AD ⊥ DC, AB = 20 cm, BC = 13 cm અને DC = 25 cm છે. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે ?

354 cm²
આપેલ પૈકી કોઈ નહીં
232 cm²
270 cm²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફરજોના ભાગરૂપ છે ?
1. ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી.
2. 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના બાળકોને શિક્ષિત કરવાં.
3. બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને ઉત્તેજન આપવું.

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પંચાયતી રાજ વ્યવસ્થા અંગેની અશોક મહેતા સમિતિની ભલામણો બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ન્યાય પંચાયતોને પંચાયતોના વિકાસથી અલગ તંત્ર તરીકે રાખવી જોઈએ.
2. પંચાયતની ચૂંટણીના તમામ સ્તર ઉપર રાજકીય પક્ષોની સત્તાવાર સહભાગિતા હોવી જોઈએ.
3. લાયકાત ધરાવનાર ન્યાયાધીશ દ્વારા ન્યાયપંચાયતની અધ્યક્ષતા થવી જોઈએ.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે.
II. કૃષ્ણને કેદાર પ્રિય હતો. કૃષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતાં.
III. વ્રજમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હોરીગીતો સારંગમાં જ ગવાય છે.

ફક્ત I
I, II અને III
ફક્ત III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP