GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. નાણા પંચની ભલામણો મુજબ જે નાણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળે છે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબની શરતોને આધીન કરવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધાયેલા છે. 2. 15મું નાણાપંચ 2021-22 થી 2025-26 નો સમયગાળો આવરી લેશે. 3. 14મા નાણાપંચે વહેંચણીપાત્ર ભંડોળ (divisible pool) માંથી રાજ્યોનો હિસ્સો 32% થી વધારી 42% કરવા ભલામણ કરી છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ત્રણ ભાગીદારો અમર, અકબર અને એન્થોની અનુક્રમે રૂા. 12,000 4 મહિના માટે, રૂા. 14,000 8 મહિના માટે અને રૂા. 10,000 10 મહિના માટે એક પેઢીમાં રોકાણ કરે છે. જો કુલ નફો રૂા. 11,700 હોય તો અકબરને કેટલો નફો મળ્યો હશે ?
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
1851 થી 1880 ના સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે સમયગાળામાં મોટા ભાગની મિલો કાંતણ (સ્પિનિંગ) મિલો હતી. 2. રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં. 3. મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ પર ભારતીય ઉદ્યોગપતિઓનો કાબુ હતો.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સરકારની મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ? 1. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવક 2. વિવિધ પ્રકારની ફી અથવા દંડ પેટે મળેલ આવક ૩. ટ્રેઝરી બિલોના વેચાણ અન્વયે મળેલ આવક