GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તાબાની અદાલતો બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સીટી સીવિલ કોર્ટના ન્યાયાધીશ, અધિક જીલ્લા ન્યાયાધીશ અને સ્મોલ કોઝ અદાલતોના મુખ્ય ન્યાયાધીશની પણ જીલ્લા ન્યાયાધીશ તરીકે ગણના થાય છે.
2. જીલ્લા ન્યાયાધીશ ફક્ત દીવાની દાવાઓમાં જ મૂળ અને અપીલીય હકૂમત ધરાવે છે.
3. સેશન્સ ન્યાયાધીશ કોઈપણ કેસમાં મહત્તમ સજા તરીકે આજીવન કારાવાસ આપવાની સત્તા ધરાવે છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
જેમને ઓછામાં ઓછા બે રંગ ગમતા હોય તેવા વિદ્યાર્થીઓનો, જેમને માત્ર એક જ રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓ સાથેનો ગુણોત્તર કેટલો થશે ?

આપેલ પૈકી કોઈ નહીં
21 : 61
27 : 53
27 : 73

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
યુ.એસ.માં એરિઝોનામાં ___ નદીએ કેન્યોન (Canyon) પ્રકારની ઊંડી ખીણ રચી છે, જે "ગ્રાન્ડ કેન્યોન"(Grand Canvon) તરીકે જગપ્રસિધ્ધ છે.

મીસીસીપી
ઓહાયો
કોલોરેડો
હડસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી ?
1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી.
2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે.
3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે.
4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે.

ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બેંકોના રાષ્ટ્રીયકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વર્ષ 1969 માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
2. 1980 માં વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
3. હાલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહીત 12 જાહેર ક્ષેત્રની બેંકો છે.
4. તાજેતરમાં એકીકરણો (mergers) થયા બાદ બેંક ઓફ બરોડા જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP