GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આયોગને કોઈપણ બાબતમાં કે કોઈપણ ફરિયાદમાં તપાસ કરવા માટેની દીવાની અદાલતની સત્તાઓ છે. 2. કોઈપણ અદાલત અથવા કચેરીમાંથી જાહેર રેકર્ડ માંગવાની સત્તા છે. 3. આયોગને સોગંદનામાઓ ઉપર પુરાવા મેળવવાનો કોઈ અધિકાર નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પાક પધ્ધતિઓ (Cropping Patterns) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. મિશ્ર પાક પધ્ધતિ (Mixed Cropping Pattern) એટલે કોઈપણ જાતની નિશ્ચિત કતાર ગોઠવણી વગર એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધુ પાક ઉગાડવો. 2. આંતરપાક પધ્ધતિ (Inter Cropping Pattern) એટલે 2 થી 3 મહીના વિરામ બાદ એ જ ખેતરમાં બે કે તેથી વધુ પાક ઉગાડવા. 3. ક્રમ પાક પધ્ધતિ (Sequence Cropping Pattern) એટલે અગાઉના પાકની લણણી (harvesting) થાય તે પહેલા અન્ય પાકના બીજ રોપવામાં આવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઈજિપ્તમાં તાજેતરમાં થયેલા ખોદકામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ઈજિપ્તના લક્સર (Luxor) શહેરમાં 3000 વર્ષ જૂનું ગામ ખોદકામમાં મળી આવ્યું છે. 2. આ ગામ 18મા રાજવંશના રાજા આમીનહોટેપ III ના રાજના સમયનું છે. 3. આ ગામ સુએઝ નહેરના પશ્ચિમ કિનારે આવેલું છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે. 2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી. 3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે. S એ T સાથે કયો સંબંધ ધરાવે છે ?