Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે.
2. આ વીમા કવચ જંતુઓનો હુમલા તથા રોગોને આવરી લેતું નથી.
3. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23% થી વધારીને 50% સુધીનું કર્યું છે.

1, 2 અને 3
માત્ર 1
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. દક્ષિણ ગુજરાત – સુરત, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ
2. મધ્ય ગુજરાત – ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર
૩. ઉત્તર ગુજરાત – સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ
4. સૌરાષ્ટ્ર – અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર

માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સેન્સેક્સમાં વધારાનો અર્થ ___ છે.

આપેલ પૈકી કોઈ નહીં
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીઓના જૂથની કંપનીઓ તરીકે નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરના ભાવમાં વધારો
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નોંધણી થયેલા તમામ કંપનીના શેરના ભાવમાં વધારો
બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને તેની શાખાઓમાં નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરની કિંમતમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સરોવરના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તાજા પાણીનું સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગ જેટલા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
2. બ્રેક્સી (Brackish) સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગથી વધુ પરંતુ એક હજાર ભાગે 35 થી ઓછા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
3. ખારા સરોવર – તે એક હજાર ભાગે 35 ભાગ કે તેથી વધુ ક્ષારતાની માત્રા ધરાવે છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રો ખાધ અને કૃષિ સંસ્થાન (The United Nations Food and Agriculture Organization - FAO) અને આર્બર ડે ફાઉન્ડેશને તાજેતરમાં ___ ને 2020 ટ્રી સીટી ઓફ વર્લ્ડ (Tree City of World) તરીકે સ્વિકૃત કર્યુ છે.

બેંગલુરુ
હૈદરાબાદ
અમદાવાદ
કોલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભ્રમણકક્ષાઓ વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. મધ્યવર્તી વર્તુળાકાર ભ્રમણકક્ષામાં ઉપગ્રહો ધ્રુવથી ધ્રુવ તરફ પૃથ્વીની ફરતે ફરે છે.
2. ભ્રમણકક્ષા પૂરી કરતા આશરે 99 મિનિટનો સમય લાગે છે.
3. ભ્રમણકક્ષાના અડધા ભાગ દરમ્યાન ઉપગ્રહ પૃથ્વીનો દિવસનો સમય અને રાતનો સમયનો ભાગ જુએ છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP