GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ચાર સભ્યોની સમિતિની ભલામણો ઉપર થાય છે.
2. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો હોદ્દો ત્રણ વર્ષના સમય માટે અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ધારણ કરે છે.
3. રાજ્યપાલ રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર અથવા અન્ય કોઈપણ માહિતી કમિશ્નરોને દૂર કરી શકે છે.

ફક્ત 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આસામમાં ચાનું વાવેતર 1823થી શરૂ થયું હતું.
2. 1850 બાદ ખેડૂતોને અનાજને બદલે રોકડીયા પાક પકવવા માટે પ્રોત્સાહન મળ્યું.
3. 1870માં બંગાળમાં કાગળની પ્રથમ મિલ સ્થપાઈ.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના સૂચિત રાષ્ટ્રીય રેલ પ્લાન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ પગલું માલભાડામાં રેલ્વેનો હિસ્સો 45% સુધી વધારવા માટે લેવામાં આવ્યું હતું.
2. ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં ભવિષ્યની તૈયાર રેલ્વે સીસ્ટમની સ્થાપના કરવા માટે રાષ્ટ્રીય રેલ પ્લાન (NRP) તૈયાર કર્યો.
3. સમગ્ર સેવા ગુણવત્તા અને કામગીરી કાર્યક્ષમતા વધારવા ભારતીય રેલ્વે ઉતારુ ગાડી (passenger train) માટે સંપૂર્ણ ખાનગી અભિગમ (Complete Private Approach) (CPA) હાથ ધરી રહી છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટેની યોગ્યતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે વડી અદાલતનો અથવા બે કે તેથી વધારે એવી અદાલતોનો એક પછી એક (in succession) ન્યાયાધીશ હોવો જોઈએ.
2. વડી અદાલતના વકીલ અથવા બે કે તેથી વધારે એવી અદાલતોના એક પછી એક (in succession) વકીલ તરીકે ઓછામાં ઓછું 10 વર્ષ
3. વડી અદાલતના ન્યાયાધીશને સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે બેસવાની અને તે અદાલતના ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટે નિયુક્ત કરવાની જોગવાઈઓ છે.
4. સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલતોના નિવૃત્ત ન્યાયાધીશોને તે અદાલતોમાં બેસવાની અને ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટેની જોગવાઈઓ છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 3
ફક્ત 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
1857 માં ___ ના જમીનદાર કુંવરસિંહે વિપ્લવમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

પંજાબના અમૃતસર
કાનપુર
સિંધના કરાંચી
બિહારના જગદીશપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

અનુચ્છેદ 19 હેઠળ મુક્તપણે ફરવાનો અને નિવાસ કરવાનો હક્ક કોઈપણ અનુસૂચિત જાતિના હિતોના રક્ષણને આધીન હોય છે.
જે સગીર તેના વંશને લીધે ભારતનો નાગરીક હોય અને તે અન્ય કોઈ દેશનો પણ નાગરીક હોય તો તે એ નાગરીકતાનો ત્યાગ ન કરે તો તે ભારતનો નાગરીક હોવાનું બંધ થશે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP