GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નેશનલ ઍર ક્વોલીટી સૂચકાંક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ સૂચકાંક સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 2014ના વર્ષમાં શરૂ કરવામાં આવેલો હતો.
2. તે “વન નંબર – વન કલર – વન ડીસ્ક્રીપ્શન’’ થી દર્શાવેલ છે.
3. પ્રવર્તમાન માપક સૂચકાંક 12 પ્રદૂષકોના આધારે છે.
4. 401-500 ની વચ્ચે આવતો ઍર ક્વોલીટી રેન્જ સૂચકાંક ગંભીર અસર છે તેમ ગણવામાં આવે છે.

માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4
1. 2. 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી.
2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી.
3. પ્રથમ પદ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
4. બીજી પદ્ધતિ 1999-2000થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.

માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું વિધાન એક વાતાવરણના બંધારણ વિશે સાચું નથી ?

સમતાપ આવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.
મધ્યાવરણમાં જેમ ઉંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.
ક્ષોભ આવરણની જાડાઈ વિષુવવૃત્ત ઉપર મહત્તમ હોય છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અકોન્જો - ઈવેલિયા તાજેતરમાં સમાચારમાં હતાં, તેઓ ___ ના વડા બન્યા.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ
યુરો બેંક
આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ___ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ___

નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન
વાસ્તવિક GDP અને નોમીનલ GDP
વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન
નોમીનલ GDP અને વાસ્તવિક GDP

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતીય નૌકાદળે ___ પાસેથી MQ-9B સી ગાર્ડ ઈક્વીપમેન્ટ (Sea Guardian equipment) ભાડે લઈ દાખલ કર્યું. આ ___ છે.

યુ.એસ.એ., ડ્રોન
ફ્રાંસ, રડાર સીસ્ટમ
ઈઝરાયલ, યુધ્ધ જહાજો
યુ.કે., રોકેટ લોન્ચીંગ સીસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP