GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ના ધરે તો તે સંસદના ફરીથી મળવાના એક મહીનો સમાપ્ત થયેથી કાર્યાન્વિત થતો બંધ થાય છે. 2. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમયમર્યાદા કરતાં પહેલા પણ કાર્યાન્વિત થતો બંધ થાય છે. 3. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલાં પાછુ ખેંચી લેવાનો અધિકાર નથી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આસામમાં ચાનું વાવેતર 1823થી શરૂ થયું હતું. 2. 1850 બાદ ખેડૂતોને અનાજને બદલે રોકડીયા પાક પકવવા માટે પ્રોત્સાહન મળ્યું. 3. 1870માં બંગાળમાં કાગળની પ્રથમ મિલ સ્થપાઈ.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાજ્યસભાના ઉપાધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહેશે. 2. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે. 3. પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયાં વિટામીન B-12ની ઉણપના લક્ષણો છે ? 1. ન્યુરોલોજીકલ લક્ષણો સંવેદનાત્મક અથવા મોટરની (motor) ઉણપનો સમાવેશ કરે છે. 2. હતાશા અને ચિત્તભ્રમ (dementia) મિથીઓનાઈનના ઓછા ઉત્પાદનને લીધે થતી ઉણપ છે. 3. જઠરાંત્રિય (Gastrointestinal) લક્ષણો કબજિયાત અને હળવા ઝાડા જેવા આંતરડાની ગતિમાં (bowel motility) ફેરફારોનો સમાવેશ કરે છે.