GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. બરાક-8-તે યુધ્ધ જહાજ સાથે જોડાયેલુ જમીનથી હવાનું લાંબા અંતરનું મિસાઈલ છે. 2. કે-4 – તે એક બેલેસ્ટીક મિસાઈલ છે કે જે અરિહંત સાથે ફીટ કરવામાં આવશે.
૩. આકાશ - તે રડાર સાથેના મધ્યમ અવધિના જમીનથી હવાના ચાર મિસાઈલનું જૂથ છે. 4. નાગ – તે ઉષ્ણતા સંવેદનશીલ મિસાઈલ છે તે સબમરીન સામે ઉપયોગમાં લઈ શકાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. કૃમિ ચેપો (Worm infections) બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે. II. તે ‘સોઈલ ટ્રાન્સમીટેડ હેલમીન્થસ્' તરીકે પણ ઓળખાય છે. III. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે. 2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે. ૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે. 4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. માલ પૂરો પાડતાં વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો રૂ. 40 લાખથી ઓછો હોય તો તેઓ GSTમાં મુક્તિનો દાવો કરી શકે છે. 2. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના માલ પૂરો પાડનારાઓ માટે GSTની નવી મુક્તિ મર્યાદા રૂ. 20 લાખ છે. 3. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના વ્યવસાયિકો કે જે સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના માટે GST મુક્તિ મર્યાદા રૂ.10 લાખ રહી છે.