GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઈજિપ્તમાં તાજેતરમાં થયેલા ખોદકામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ઈજિપ્તના લક્સર (Luxor) શહેરમાં 3000 વર્ષ જૂનું ગામ ખોદકામમાં મળી આવ્યું છે. 2. આ ગામ 18મા રાજવંશના રાજા આમીનહોટેપ III ના રાજના સમયનું છે. 3. આ ગામ સુએઝ નહેરના પશ્ચિમ કિનારે આવેલું છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં જાહેર સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 1974 માં કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D માં વર્ગીકૃત કરવામાં આવી હતી. 2. હાલમાં ગ્રુપ A જુદી જુદી 91 સેવાઓનો સમાવેશ કરે છે. 3. ભારતના બંધારણના અનુચ્છેદ 310 અનુસાર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવાના અધિકારીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે. 4. રેલ્વે કર્મચારીવર્ગ સેવાઓ કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A હેઠળ આવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી ? 1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી. 2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે. 3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે. 4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદીય પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં મંત્રીશ્રીનું ધ્યાન દોરવા માટે સભ્ય દ્વારા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ (Attention Motion) રજૂ કરવામાં આવે છે. 2. મોકૂફીની દરખાસ્ત દાખલ કરવા માટે ઓછામાં ઓછા 30 સભ્યોના ટેકાની જરૂર પડે છે. 3. રાજ્યસભાને મોકૂફીની દરખાસ્તનો ઉપયોગ કરવાની છૂટ નથી. 4. મોકૂફીની દરખાસ્તમાં સરકાર વિરૂધ્ધ ટીકાનું તત્ત્વ સમાયેલું હોય છે.