GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મર્યાદા 100% સુધી વધારવામાં આવી છે ?

પ્રવાસન, દવા
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
દૂરસંચાર, પેટ્રોલીયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈકોનોમીક્સ એન્ડ પીસ (IEP) એ તાજેતરમાં '2019 વૈશ્વિક આતંકવાદ સૂચકાંક : આતંકવાદની અસરોનું માપન' (2019 Global Terrorism Index: Measuring the impact of Terrorism) બહાર પાડેલ છે. આ સૂચકાંક પ્રમાણે આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં વર્ષ 2018 માં ભારત સાતમા ક્રમે આવેલ હતું. આ યાદીમાં ટોચના ક્રમે આવનાર દેશ ___ હતો.

ઈરાક
લીબીયા
સીરિયા
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી.
ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો.
iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.

ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. બ્રહ્મોસ (Brahmos) એ મધ્યમ શ્રેણીનું રેમજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ (ramjet supersonic cruise missile) છે, કે જેનું સબમરીન, વહાણ, હવાઈજહાજ અથવા ભૂમિ પરથી પ્રક્ષેપણ થઈ શકે છે.
ii. બ્રહ્મોસ (Brahmos) નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદી પરથી પાડવામાં આવ્યું છે.
iii. ભારતીય હવાઈ દળે તેની હવાઈ આવૃત્તિ (Air version)નું પરીક્ષણ Su-30 MKI લડાયક વિમાન પરથી કરેલ છે.
iv. બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નૌસેનામાં 2015 ના વર્ષથી સેવામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.

ફક્ત i અને iv
i, ii, iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્રીય અંદાજપત્ર 2019-20 અનુસાર, ભારતમાં વીમા મધ્યસ્થીઓ માટે સીધા વિદેશી રોકાણના કેટલા પ્રતિશતની પરવાનગી આપવામાં આવી છે ?

95%
90%
99%
100%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
તેનો ઉદેશ્ય સમાજના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવાનો છે.
તે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળોને કાયદાકીય કાર્યક્રમો અને યોજનાઓનું સમગ્ર દેશમાં અમલીકરણ કરવા માટેની માર્ગદર્શિકાઓ પૂરી પાડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP