GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જાહેર ક્ષેત્રની સુધારણાના ભાગરૂપે ભારત સરકારે વિનિવેશની બે પદ્ધતિઓ અપનાવી.આ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? i. પસંદગીના જાહેર ક્ષેત્રના એકમોના શેરનું વેચાણ કરવું એ વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી. ii. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગી ક્ષેત્રની કંપનીને વેચાણ કરવું એ વિનિવેશની બીજી પદ્ધતિ હતી. iii. પ્રથમ પદ્ધતિનો ઉપયોગ 1991-92 થી 1998-99ના સમયગાળા દરમ્યાન થયો. iv. બીજી પદ્ધતિનો ઉપયોગ 1999-2000 થી 2003-04 ના સમયગાળા દરમ્યાન થયો.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડી - જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? 1. સેરેબ્રમ (બૃહદ મસ્તિષ્ક) - મગજના મોખરાના કાર્યો જેવા કે વિચારો અને ક્રિયાઓ 2. થેલેમસ - શરીર, આંખો, કાન અને અન્ય સંવેદન અંગોમાંથી તમામ સંવેદનાઓ મેળવે છે. 3. હાયપોથેલેમસ - દ્રષ્ટિ, શ્રવણ અને ઊંઘ સાથે સંકળાયેલ છે. 4. મધ્ય મસ્તિષ્ક - ગુસ્સો, આક્રમકતા અને ભૂખની લાગણીઓ સાથે સંકળાયેલ છે.