GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ. 2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી. 3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે. 4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ક્લોનીંગ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. માનવ ક્લોનીંગ સોમેટીક કોષ દ્વારા કરવામાં આવે છે. 2. સોમેટીક કોષ એટલે શુક્રાણુઓ અને ઈંડા સિવાયનો શરીરનો કોઉપણ કોષ 3. પ્રજનન ક્લોનીંગમાં નવસર્જીત ભૃણને ટેસ્ટ ટ્યૂબમાં મૂકવામાં આવશે. 4. ક્લીનીંગના કિસ્સામાં બાળક એ એક જ માતા/પિતાથી જન્મે છે અને તેના/તેણીના DNAનું વહન કરે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I યોજનાઓ / સમિતિઓ 1. વિશ્વેશ્વરાયા યોજના 2. બોમ્બે યોજના 3. ગાંધીયન યોજના 4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947) યાદી-II મુખ્ય ભલામણો a. કૃષિમાંથી ઔદ્યોગીકરણ તરફ બદલાવ b. બોમ્બેના મોટા ઉદ્યોગગૃહો દ્વારા પ્રાયોજીત c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો. d. આયોજન પંચની ભલામણ કરી