GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે. 2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે. ૩. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરીયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ. 2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી. 3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે. 4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વેતન સંહિતા 2019 અધિનિયમ (Code on Wages 2019 Act) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. બીજા રાષ્ટ્રીય મજદૂર આયોગની ભલામણો અનુસાર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો. 2. માત્ર MGNREGS કામદારો જ આ અધિનિયમ હેઠળ આવશે નહીં. 3. અસંગઠિત ક્ષેત્રોના કામદારો જેવા કે કૃષિ કામદારો, ચિત્રકારો, ઢાબા, રેસ્ટોરન્ટના કામદારો અને ચોકીદારો વગેરે આ યોજના હેઠળ આવરી લેવાયાં છે. 4. ફક્ત એવા જ કર્મચારીઓ કે જેઓ માસિક ધોરણે કામ કરતા હોય તેઓને આ યોજના હેઠળ આવરી લેવાયા છે.