GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા. તેઓ ___ બાદ ચેરમેન તરીકે નિયુક્ત થનાર બીજા વડાપ્રધાન છે.

ઈન્દિરા ગાંધી
પી. વી. નરસિંહા રાવ
જવાહરલાલ નહેરૂ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ભારત સરકારે ખોવાયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવા ___ વેબ પોર્ટલનો આરંભ કર્યો છે.

https://cser.gov.in (સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઈક્વીપમેન્ટ રજીસ્ટર)
https://cpir.gov.in (સેન્ટ્રલ પોલીસ આઈડેન્ટીટી રજીસ્ટર)
https://cair.gov.in (સેન્ટ્રલ એજન્સી આઈડેન્ટીટી રજીસ્ટર)
https://ceir.gov.in (સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
મૂલ્ય વર્ધિત કર (VAT) - આંતરરાજ્ય વેચાણ પર લેવામાં આવતો વેચાણવેરાને મૂલ્ય વર્ધીત કહે છે.
આબકારી જકાત (Excise duty) - તે કોઈપણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફ્યુચરીસ્ટીક હાઈ એલ્ટીટ્યુડ સ્યુડો સેટેલાઈટ (Futuristic High Altitude Pseudo Satellite) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. એ એક એવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં માનવ સહિત વિમાન સીમાઓની અંદર કામગીરી કરશે અને માનવરહિત વિમાન દુશ્મન ક્ષેત્રમાં પ્રવેશ કરશે.
II. તે 700 કિલોમીટરના અંતરે લક્ષ્યાંક પર સીધો પ્રહાર કરી શકે છે અથવા 350 કિલોમીટર સુધી જઈ પરત આવી શકે છે.
III. આ ટેકનોલોજીનું નામકરણ કમ્બાઈન્ડ એર ટીમીંગ સીસ્ટમ (CATS) કરવામાં આવ્યું છે.
IV. આ ટેકનોલોજી વિકસાવવામાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ ભાગીદાર છે.

ફક્ત I, II અને III
I, II, III અને IV
ફક્ત II, III અને IV
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
30મી જાન્યુઆરીએ દર વર્ષે ___ ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે.

ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. ખારી નદી
2. દમણગંગા
૩. બનાસ
4. શંત્રુંજી
યાદી-II
a. મધુબન ડેમ
b. અરબ સમુદ્રમાં મળે છે
c. ખંભાતના અખાતમાં મળે છે
d. કચ્છના નાના રણમાં મળે છે

1 - d, 2 – b, 3 - c, 4 - a
1 - b, 2 – a, 3 - d, 4 - c
1 - c, 2 - d, 3 – b, 4 – a
1 - a, 2 – b, 3 - c, 4 - d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP