GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે. 2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે. ૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે. 4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. બરાક-8-તે યુધ્ધ જહાજ સાથે જોડાયેલુ જમીનથી હવાનું લાંબા અંતરનું મિસાઈલ છે. 2. કે-4 – તે એક બેલેસ્ટીક મિસાઈલ છે કે જે અરિહંત સાથે ફીટ કરવામાં આવશે.
૩. આકાશ - તે રડાર સાથેના મધ્યમ અવધિના જમીનથી હવાના ચાર મિસાઈલનું જૂથ છે. 4. નાગ – તે ઉષ્ણતા સંવેદનશીલ મિસાઈલ છે તે સબમરીન સામે ઉપયોગમાં લઈ શકાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં ખનીજ ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ગુજરાત એ દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે. 2. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા એ બોક્સાઈટનો સમૃધ્ધ સ્ત્રોત છે. 3. ગુજરાતમાં મેંગેનીઝની કોઈ ખાણ મળી આવી નથી. 4. છોટાઉદેપુર ખાતે ફલોરસ્પારની ખાણ જોવા મળે છે.