GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. કરવેરા લગત કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકારક્ષેત્ર ઉપલબ્ધ નથી. 2. પરંતુ GST બાબતે 101મા સુધારા અધિનિયમ, 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે. 3. જ્યાં પુરવઠો રાજ્યની બહાર પુરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસ્થાપિત કર્યા અનુસાર રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભે રાષ્ટ્રપતિની એ અંગેની ખાતરી ન્યાયિક સમીક્ષાથી પર છે. 2. સંસદ દ્વારા રાષ્ટ્રપતિની ઉદ્ઘોષણાને મંજૂરી અપાયાં બાદ જ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવું જોઈએ. 3. સંસદની મંજૂરી અપાયા પહેલાં, રાષ્ટ્રપતિ રાજ્યની વિધાનસભાને સ્થગિત કરી શકે છે પરંતુ તેને બરતરફ (dismiss) કરી શકતા નથી.