GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પુરવઠાના નિર્ણાયકોના સંદર્ભે નીચે આપેલ વિધાનમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું/ખોટા છે ? વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિક્લ્પની પસંદગી કરો
I. તકનીકી પ્રગતિ પુરવઠો વધારે છે.
II. કુદરતી પરિબળો અમુક ચોક્કસ ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પાડે છે.
III. ઉત્પાદકોને મળતી સબસીડી ની પુરવઠા પર સકારાત્મક અસર પડે છે.
IV. પરોક્ષ વેરામાં વધારો પુરવઠા પર વિપરીત અસર કરે છે.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત I
III અને IV
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો.
2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.
'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી.
હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ?

E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે.
એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે.
આપેલ તમામ
વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીની ભરપાઈ શેરમૂડીના કેન્દ્રસરકાર પાસે 49% અને સરકારી કંપની પાસે 19% હિસ્સો હોય તેવી કંપનીના વૈધાનિક ઓડીટરની નિમણુંક ___

ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) કરે છે.
વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો સામાન્ય ઠરાવ પસાર કરીને કરે છે.
કેન્દ્ર સરકાર કરે છે.
વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો વિશેષ ઠરાવ પસાર કરીને કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂડીની પડતર અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. કામગીરી સંબંધિત શરતો હેઠળ, મૂડીની પડતર એ રીતે વ્યાખ્યાયિત છે કે પેઢીએ પોતાના રોકાણો પર અવશ્ય કમાવવો પડતો લઘુત્તમ વળતરનો દર છે. એટલે કે તે અંદાજીત ભાવિ રોકડપ્રવાહના વર્તમાનમુલ્યને નિર્ધારિત કરતી વખતે ઉપયોગમાં લેવાતા વટાવના દર સંબંધિત છે.
II. આર્થિક બાબતો હેઠળ, મૂડીની પડતર એટલે સૂચિત પ્રકલ્પ માટે જરૂરી નાણાકીય ભંડોળ ઉભું કરવાની પડતર છે. તે ભંડોળની વૈકલ્પિક પડતર, ધિરાણના દર હેઠળ એટલે કે ભંડોળનું બહાર રોકાણ કરતા થયેલ અપેક્ષિત કમાણીના સંદર્ભમાં પણ જોવાય છે. ઉપરોક્ત બે વિધાનોને આધારે, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

વિધાન-I ખોટું છે અને વિધાન-II સાચું છે.
બંને વિધાનો સાચાં છે.
વિધાન-I સાચું છે અને વિધાન-II ખોટું છે.
બંને વિધાનો ખોટા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP