Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
2015-2020 ભારતની નવી વિદેશ વ્યાપાર નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે.
નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે.
તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયો ખર્ચ આંતરિક વેરા શાખ (ITC) માટે પાત્રતા ધરાવે છે ?

મફત-ભેટ તરીકે વહેંચેલ માલ
ક્લબની સભ્ય ફી
કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

અસંગઠિત મૂડી બજારમાં વેપારી બેંકો મધ્યસ્થીઓ છે.
અસંગઠિત નાણા બજારમાં સહકારી મંડળીઓ મધ્યસ્થીઓ છે.
અસંગઠિત નાણા બજારમાં ભારતીય રીઝર્વ બેંક મધ્યસ્થી છે.
અસંગઠિત નાણા બજારમાં દેશી બેંકરો મધ્યસ્થીઓ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું રાજકોષીય નીતિનું સાધન નથી ?

જાહેર ખર્ચ
પ્રત્યક્ષ કરવેરા
જાહેર દેવું
રોકડ અનામત પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અભિકથન(A) : જો X ની Y પરનો નિયતસંબંધનો ગુણાંક એ એક કરતા વધુ હોય તો, Y ના X પરનો નિયતસંબંધનો ગુણાંક એક કરતા ઓછો થશે.
કારણ (R): બે નિયત સંબંધ ગુણાંકો વચ્ચેનો ગુણોત્તર મધ્યક એ સહસબંધનો ગુણાંક થાય છે.
ઉપરોક્ત માહિતી પરથી સાચો જવાબ પસંદ કરો.

(A) સાચું નથી, પરંતુ (R) સાચું છે.
(A) સાચું છે, પરંતુ (R) સાચું નથી.
બંને (A) અને (R) સાચા નથી.
(A) અને (R) બંને સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP