GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કોઈપણ વિતરણમાં જ્યારે મૂળ વસ્તુઓના કદમાં વિવિધતા હોય, ત્યારે સમાંતર મધ્યક, ગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યકના મૂલ્યમાં પણ વિવિધતા હોય છે. નીચેના પૈકી કયો ક્રમ તે વિવિધતા દર્શાવે છે ?

A.M. > G.M. > H.M.
A.M. > H.M. > G.M.
H.M. > A.M. > G.M.
G.M. > H.M. > A.M.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
1961માં પ્રકાશિત અગ્રગણ્ય સંશોધન અભ્યાસમાં, ગોર્ડન ડૉનાલ્ડસને કંપનીઓ પોતાનું મૂડીમાળખુ ખરેખર કેવી રીતે સ્થાપિત કરે છે તેનું પરિક્ષણ કર્યું. નીચેના પૈકી કયું / ક્યાં આ અભ્યાસના તારણ / તારણો છે ?
(I) પેઢીઓ પોતાના આંતરિક ઉપાર્જન કે જેમાં રાખી મૂકેલ કમાણી અને ઘસારાબાદ રોકડપ્રવાહ પર આધાર રાખવાનું પસંદ કરે છે.
(II) ભવિષ્યની અપેક્ષિત રોકાણની તકો અને ભવિષ્યનો અપેક્ષિત રોકડપ્રવાહ ડિવિડન્ડ ચૂકવણીના ગુણોત્તરના લક્ષ્યને અસર કરે છે.
(III) પેઢી પોતાના લક્ષ્યાંકિત ચૂકવણી ગુણોત્તર એ સ્તરે નક્કી કરે છે, જ્યાં સામાન્ય સંજોગોમાં મૂડીખર્ચો એ આંતરિક ઉપાર્જન દ્વારા વસૂલ થાય છે.

(I), (II) અને (III)
(I) અને (II)
(II) અને (III)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આખરી માહિતી સંગ્રહ પહેલા પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ જરૂરી છે. નીચેનામાંથી કયો પ્રશ્નાવલીના પૂર્વ-પરિક્ષણનો ફાયદો નથી ?

જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે.
પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે.
જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય
તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) કંપનીની મૂડી પડતર એટલે વર્તમાન મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે. જે વર્તમાન મિલકતોનું ધંધાકીય જોખમ અને વર્તમાન કાર્યરત્ મૂડીમાળખાનું પ્રતિબિંબ છે.
(II) યોજનાની મૂડી પડતર એટલે મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે કે જે નવી યોજના અથવા રોકાણ કંપની દ્વારા હાથ ધરવામાં આવે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

(I) અને (II) બંને સાચાં છે.
(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચેન્નાઈના મિ. 'C' એ પોતાના દિકરાના એકાઉન્ટન્સીના કોર્સના ઓનલાઈન શિક્ષણ માટે ફી ચૂકવેલ છે કે જે ઓનલાઈન શિક્ષણ અમેરિકામાં સ્થાયી શિક્ષક દ્વારા મેળવેલ છે. શું આ ‘સપ્લાય’ છે ? જો ‘હા’ તો GST ચૂકવવા કોણ જવાબદાર છે ?
નીચેના પૈકી કયો / ક્યાં જવાબ / જવાબો સાચાં છે ?
(I) 'હા', એ સપ્લાય છે. તે સેવા એ ધંધા માટે નથી અથવા વ્યવસાયની સગવડતા માટે નથી.
(II) મિ. ‘C’ GST ચૂકવવા માટે જવાબદાર છે.

માત્ર (I) સાચું છે.
બંને ખોટાં છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં વેપારી બેંકોએ સમાજના બહોળા વર્ગને લાભ આપવા માટે નવીન ક્રેડિટ યોજનાઓ અને સગવડો અંગે પોતાની કામગીરીમાં વિવિધ સ્તરે ખાસ ધ્યાન આપેલ છે. નીચેની યોજનાઓને તેમના શરૂઆતના વર્ષોથી ક્રમાનુસાર ગોઠવો.
(I) વ્યાજના વિભેદક દરની યોજના
(II) ક્રેડિટ અધિકૃતતા યોજના
(III) રોજગારલક્ષી યોજનાઓ
(IV) લઘુમતી સમુદાયને એડવાન્સ

(III), (I), (IV), (II)
(IV), (III), (II), (I)
(II), (I), (III), (IV)
(I), (II), (III), (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP