GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ? (I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી. (II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાંકીય નીતિની મર્યાદાઓના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈ અને સાચો જવાબ પસંદ કરો. (I) નાણાંકીય નીતિ વ્યાપક ફલક પર કામગીરી કરે છે, કે જે સંકડામણ અને તંગીની ઓછી વિચારણા કરે છે, જ્યારે સૂક્ષ્મ કક્ષાએ વ્યવહારનો સામનો કરે છે. (II) નાણા બજારમાં વિભાગીકરણનું અસ્તિત્વ ન હોવું.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં ઈન્ટરનેટ પરના વેપારની શરૂઆત 2000 માં થઈ ઈન્ટરનેટ વેપારના સંબંધિત નીચેની માહિતી વાંચો અને સાચો જવાબ આપો. (I) ઈન્ટરનેટ વેપારની શરૂઆત કરવા માટે રોકાણકારે ઓનલાઈન સેવા પૂરી પાડતા દલાલને ત્યાં નોંધણી કરાવવી પડે છે. (II) દલાલ ગ્રાહકને ઓનલાઈન સેવા માટેનું પ્લેટફોર્મ આપે છે પરંતુ તેના જોખમની જવાબદારી લેતો નથી. (III) ઈન્ટરનેટ વેપાર માટે દલાલને ત્યાં બેંકખાતું કે ડિમેટખાતુ ખોલાવવું ફરજિયાત છે. (IV) એપ્રિલ 2000 માં બજારમાં તેજી હતી અને 79 સભ્યોએ ઈન્ટરનેટ વેપારની પરવાનગી મેળવી હતી.