સમય અને અંતર (Time and Distance)
બે વ્યક્તિ સાથે ચાલવાનું શરૂ કરે છે. એક 3 કિલોમીટર પ્રતિ કલાક અને બીજો 3.75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. બીજો વ્યક્તિ પહેલા કરતાં અડધો કલાક પહેલા નિર્ધારિત સ્થળે પહોચે છે. તો અંતર કેટલું હશે ?
સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. એક ટ્રેન ઉત્તર તરફ 60 Km/hr અને બીજી ટ્રેન દક્ષિણ તરફ 40 Km/hr ની ગતિથી ચાલે છે. કેટલા કલાક પછી બંને ટ્રેન 150 Km ની દૂર પર રહેશે ?
સમય અને અંતર (Time and Distance)
એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 5 કિ.મી./કલાક વધા૨વામાં આવે તો 150 કિ.મી. નું અંતર કાપતાં તેને પહેલાં કરતાં 60 મિનિટ ઓછી લાગે છે. તો કારની મૂળ ઝડપ શોધો.
સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલાં મીટર હોય ?
સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેનો P અને Q એકજ દિશામાં અનુક્રમે 85 કિ.મી./કલાક અને 70 કિ.મી./કલાકની ઝડપે જઈ રહી છે. જે P ટ્રેનની લંબાઈ 120 મીટર હોય અને Q ટ્રેનની લંબાઈ 240 મીટર હોય તો બંને ટ્રેન એક બીજાને કેટલા સેકન્ડમાં પસાર કરશે ?