GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતમાં તાજેતરની ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ શ્રેણી 2021 બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન/વિધાનો સાચું / સાચાં છે ? 1. ભારતે આ ટેસ્ટ શ્રેણી જીતી અને એન્થની ડી મેલો ટ્રોફી 3-1 ના તફાવતથી હાંસલ કરી. 2. આ ટેસ્ટ શ્રેણીમાં રવિચંદ્રન અશ્વિન મેન ઓફ ધ સીરીઝ અને 3 મેન ઓફ ધ મેચના પુરસ્કારો જીત્યો. 3. રવિચંદ્ર અશ્વિન સૌથી ઝડપી 400 વિકેટો લેનાર બીજો બોલર બન્યો. તેણે આ પ્રાપ્ત કરવા માટે 70 ટેસ્ટ લીધી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
હિંદ સરકારનો ધારો, 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી રાજ્યપધ્ધતિ નાબુદ કરી અને પ્રાંતીય સ્વાયત્તતા દાખલ કરી. 2. આ ધારાએ રાજ્યપાલને પ્રાંતીય ધારાસભાને જવાબદાર મંત્રીઓની સલાહ અનુસાર કાર્ય કરવાનું પણ ઠેરવ્યું. 3. આ ધારાએ તમામ અગીયાર પ્રાંતોમાં દ્વિગૃહી પ્રથા દાખલ કરી. 4. અનુસૂચિત જાતિ, સ્ત્રીઓ અને કામદાર માટે અલગ મતદારમંડળો પૂરા પાડી તેણે કોમી પ્રતિનિધિત્વનો સિધ્ધાંત વિસ્તૃત કર્યો.