સમય અને કામ (Time and Work)
રમેશ એક કામ 40 દિવસમાં પુરું કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમારીને કારણે રમેશ કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં મહેશને ___ દિવસ લાગે.
40 અને 60નો લ.સા.અ. 120 થાય. તેથી કુલ કામ 120 લીધું. રમેશનું એક દિવસનું કામ = 120/40 = 3 મહેશનુ એક દિવસનું કામ = 120/60 = 2
બંનેનું એક દિવસનું કામ = 3 + 2 = 5
બંનેનું 10 દિવસનું કામ = 10 દિવસ x 5 = 50
બાકીનું કામ = 120 – 50 = 70
બાકીનું કામ કરતા મહેશને લાગતો સમય = 70/2 = 35 દિવસ
સમય અને કામ (Time and Work)
એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે. તો બન્નેને ભેગા મળી ત્રણ ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે ?
1/16 + 1/8 = 1+2 / 16 = 3/16
તો બંને ભેગા મળી એક ખાડો 16/3 દિવસમાં ખોદી શકે.
ત્રણ ખાડા ખોદવા માટે લાગતો સમય = 16/3 × 3 = 16 દિવસ
સમય અને કામ (Time and Work)
A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ?
A, B અને C ની એક દિવસની કમાણી = 3240/18 = 180 રૂ.
A અને C ની એક દિવસની કમાણી = 1200/10 = 120 રૂ.
B ની એક દિવસની કમાણી = A, B, Cની એક દિવસની કમાણી - A અને C ની એક દિવસની કમાણી
= 180 - 120 = 60 રૂ.
સમય અને કામ (Time and Work)
રબ્બરની ટ્યૂબ બનાવતી એક કંપનીમાં કામ કરતાં ત્રણ કારીગરો અમર, અક્બર અને એન્થોનીને 360 ટ્યૂબ બનાવતાં અનુક્રમે 6, 10 અને 15 કલાક લાગે છે. તો આ ત્રણેય ભેગા મળીને 720 ટ્યૂબ કેટલા સમયમાં તૈયાર કરી શકશે ?