GPSC PI Prelim Exam Paper 03 January 2021
Surrogacy Regulation Bill 2019માં કેન્દ્રીય કેબિનેટે નીચેના પૈકી કયા સુધારા મંજૂર કર્યા ? 1. વંધ્યત્વ શબ્દની વ્યાખ્યા રદ કરી. 2. માત્ર નજીકના સગા જ નહીં પરંતુ "કોઈ પણ સ્ત્રી" કે જે Surrogate માતા બનવા તૈયાર હોય તે મંજૂર રાખવામાં આવશે. 3. Surrogacy (Regulation) Bill એ લોકસભામાં 2019માં પારિત થયું.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો આંતરરાષ્ટ્રીય સીમા બાબતે સાચું / સાચાં છે ? 1. સંયુક્ત જમ્મુ અને કાશ્મીર રાજ્યને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન, POK તથા ચીન સાથે છે. 2. અરુણાચલ પ્રદેશને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ભૂટાન, ચીન અને મ્યાંમાર સાથે છે. 3. પશ્ચિમ બંગાળને ત્રીજા નંબરની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા બાંગ્લાદેશ અને મ્યાંમાર સાથે છે. 4. રાજસ્થાન પછી ગુજરાત એ પાંચમી સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. અનુચ્છેદ 33એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી. 2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી. 3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં. 4. લશ્કરી કાયદો એ દેશના કોઇ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાવવામાં આવે છે.