સમય અને અંતર (Time and Distance)
અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ?
ઝડપ અને સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમયનો ગુણોત્તર અપૂર્ણાંકમાં ન રહે તે માટે દરેક અપૂર્ણાંકને 12 વડે ગુણવા પડે. સમય : ઝડપ 2 હોય ત્યારે = 1/2 × 12 = 6 ઝડપ 3 હોય ત્યારે = 1/3 × 12 = 4 ઝડપ 4 હોય ત્યારે = 1/4 × 12 = 3
સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેનો P અને Q એકજ દિશામાં અનુક્રમે 85 કિ.મી./કલાક અને 70 કિ.મી./કલાકની ઝડપે જઈ રહી છે. જે P ટ્રેનની લંબાઈ 120 મીટર હોય અને Q ટ્રેનની લંબાઈ 240 મીટર હોય તો બંને ટ્રેન એક બીજાને કેટલા સેકન્ડમાં પસાર કરશે ?
સમય અને અંતર (Time and Distance)
રાહુલ શહેર A થી B તરફ મુસાફરી 6.50 am વાગે શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું કુલ અંતર 350 km છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 km/hr ની ઝડપે 2 કલાક 12 મીનીટમાં પૂરો કરે છે. રસ્તા પરની હોટેલમાં ચા-પાણી માટે 30 મીનીટ લાગી છે. બાકીનું અંતર 80 km/hr ની ઝડપે પૂરું કરે છે. તો રાહુલ શહેર B ક્યારે પહોંચશે ?