GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. બ્રહ્મોસ (Brahmos) એ મધ્યમ શ્રેણીનું રેમજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ (ramjet supersonic cruise missile) છે, કે જેનું સબમરીન, વહાણ, હવાઈજહાજ અથવા ભૂમિ પરથી પ્રક્ષેપણ થઈ શકે છે. ii. બ્રહ્મોસ (Brahmos) નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદી પરથી પાડવામાં આવ્યું છે. iii. ભારતીય હવાઈ દળે તેની હવાઈ આવૃત્તિ (Air version)નું પરીક્ષણ Su-30 MKI લડાયક વિમાન પરથી કરેલ છે. iv. બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નૌસેનામાં 2015 ના વર્ષથી સેવામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાહકના અવરોધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તે વાહકની લંબાઈ પર સીધો આધાર રાખે છે. ii. તે વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. iii. તે વાહકના પદાર્થ પર આધાર રાખે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મોબાઈલ નંબર પોર્ટેબીલીટીના નવા નિયમો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. TRAI એ સેવા ક્ષેત્રમાં પોર્ટ સુવિધા 3 દિવસ સુધીમાં સૂચિત કરેલ છે. ii. સેવાક્ષેત્રથી પોર્ટ આઉટ થવા માટે 15 દિવસનો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. iii. યુનિક પોર્ટીંગ કોડ (UPC) ની માન્યતા અગાઉ એક પખવાડીયાની હતી તે ઘટાડીને 4 દિવસની કરવામાં આવી છે. iv. તે જમ્મુ અને કાશ્મીર (J & K) તથા આસામ અને ઉત્તરપૂર્વ સિવાયના તમામ સર્કલો (ક્ષેત્રો)માં લાગુ પડશે.