સમય અને કામ (Time and Work)
રોહિત એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. જ્યારે તે જ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે 15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂ. ?
30 અને 45 નો લ.સા.અ. 90 છે. તેથી કુલ કામ 90 લીધું.
રોહિતની કાર્યક્ષમતા = =90/30 = 3
મોહિતની કાર્યક્ષમતા = 90/45 = 2
કુલ કાર્યક્ષમતા = 3 + 2 = 5
રોહિતને મળતી રકમ = 3/5 × 15000 = 9000 રૂ.
સમય અને કામ (Time and Work)
'અ' એક કામ 16 દિવસમાં, 'બ' એ જ કામ 12 દિવસમાં પૂર્ણ કરી શકે છે. 'અ’, ‘બ’ અને ‘ક’ મળીને આ કામ 4 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો આ કામ ‘ક’ એકલો કેટલા દિવસમાં કરી શકશે ?
A નું 1 દિવસનું કામ = 1/16
B નું 1 દિવસનું કામ = 1/12
ધારો કે C ને X દિવસ લાગતા હોય તો તેનું 1 દિવસનું કામ =1/X બધાનું ભેગા મળી 1 દિવસનું કામ = 1/4
1/16 + 1/12 + 1/X = 1/4
1/X = 1/4 - 1/16 - 1/12
1/X = 12-3-4 / 48
1/X = 5/48
X = 48/5 = 9(3/5) દિવસ
સમય અને કામ (Time and Work)
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે.
સમય અને કામ (Time and Work)
એક ફેકટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન ૫૨ રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ ક૨તા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?
સમય અને કામ (Time and Work)
નળ A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. નળ B 30 મીનીટમાં ભરે છે. નળ-A ચાલુ કર્યા બાદ 10 મીનીટ પછી નળ B ખોલવામાં આવે છે. ટાંકી ભરતા કુલ ___ મીનીટ લાગે.