GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી. ii. નરસિંહવર્મન-I એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું. iii. દંણ્ડી નરસિંહવર્મન-II ના દરબારમાં કવિ હતાં. iv. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I-(વિસ્તાર) 1. કાઠીયાવાડ કચ્છ 2. ચંબલની ખીણ અને કોટા 3. દંડકારણ્ય 4. બ્રહ્મપુત્રાનો ઉપરનો વિસ્તાર યાદી-II - (ઉપલબ્ધ સ્ત્રોતો) a. લોહની કાચી ધાતુ b. ચૂનાના પથ્થર, બોકસાઈટ c. પેટ્રોલિયમ, કોલસો અને કુદરતી વાયુ d. અલોહ ધાતુઓ, ચૂનાના પથ્થર
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં જંગલોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાજ્ય કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન ધરાવે છે. 2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો (ecosystems) જેવાં કે મેનગ્રુવ્ઝ, પરવાળાના ખરાબા અને દરિયાઈ ઘાસ આવેલાં છે. 3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
UDAY યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. UDAY ભારતમાં વિવિધ રાજ્યોના માંદા પાવર ડીસકોમ (discoms)ને મદદ કરવા માટેની કેન્દ્રીય યોજના છે. ii. આ યોજના હેઠળ નુકસાન કરતાં પાવર ડીસકોમના દેવાનો બોજ જે તે પાવર ડીસકોમ અને જે તે રાજ્ય દ્વારા 1:3 ના ગુણોત્તમાં વહેંચાશે. iii. પોતાના હિસ્સાના દેવાની ભરપાઈ કરવા માટે પાવર ડીસકોમને UDAY બોન્ડ જારી કરવા માટેની છૂટ આપવામાં આવેલી છે.