કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ GAGAN નામની નવીનતમ સ્વદેશી સેટેલાઈટ આધારિત ઓગ્મેન્ટેડ સિસ્ટમ ટેકનોલાજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આ GAGAN સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. તે એક સેટેલાઈટ આધારિત ઓગ્મેન્ટેશન સિસ્ટમ છે. 2. GAGANને ISRO અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. 3. તે ઉપગ્રહો અને ગ્રાઉન્ડ સ્ટેશનોની સિસ્ટમ છે જે GPS સિગ્નલને મોડ્યુલેટ કરે છે, જેનાથી સ્થિતિને વધુ સારી ચોક્કસાઈ પ્રાપ્ત થાય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કાઉન્સિલની ભલામણો તેમના માટે બંધનકર્તા નથી. તથા સુપ્રીમ કોર્ટનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપતો આવ્યો છે કે કેન્દ્ર ભારતીય આયાતકારો પર દરિયાઈ માલ માટે ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST) લાદી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે માલની આયાતના કિસ્સામાં ચૂકવવામાં આવતા દરિયાઈ માલ પરનો GST ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે લોકશાહીના સારા માટે ‘સહકારી સંઘવાદ'ના મહત્વને સમર્થન આપતા તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય GST પર કાયદો ઘડવા માટે ‘એક સમાન અને અનન્ય શક્તિઓ’ ધરાવે છે.