GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારત અને યુ.એસ.એ.ની નૌકાદળ કવાયત (PASSEX 2021) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. આ કવાયત બંગાળના અખાતમાં યોજાઈ હતી. 2. આ ક્વાયતમાં ભારત તરફથી INS સિંધુ અને યુ.એસ.એ. તરફથી યુ.એસ.એસ. એન્ટરપ્રાઈઝ યુદ્ધજહાજોએ ભાગ લીધો. 3. આ કવાયતમાં સૌ પ્રથમ વાર ભારતીય હવાઈદળે પણ ભાગ લીધો.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઉદ્યોગો / કંપનીઓને 'મહારત્ન’ દરજ્જો પ્રદાન કરવા માટેના લાયકાતના ધોરણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કંપની ભારતીય સ્ટોક એક્ષચેન્જમાં SEBI નિયમોનુસાર સૂચવેલ લઘુત્તમ જાહેર શેરહોલ્ડીંગ સાથે લીસ્ટેડ (listed) થયેલી હોવી જોઈએ. 2. છેલ્લા 3 વર્ષ દરમ્યાન વાર્ષિક ટનઓવર સરેરાશ રૂા. 25,000 કરોડથી વધુ હોવું જરૂરી છે. 3. કંપની મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અથવા આંતરરાષ્ટ્રીય કામગીરી ધરાવતી હોવી જોઈએ. 4. કોલ ઈન્ડિયા લી., GAIL અને SAIL મહારત્ન કંપનીઓ છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત વિસ્તારોના વહીવટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જે તે રાજ્યની ધારાસભાની સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ અનૂસૂચિત વિસ્તારોના ક્ષેત્રફળમાં વધારો અથવા ઘટાડો કરવાની સત્તા ધરાવે છે. 2. અનુસૂચિત વિસ્તારો ધરાવતા દરેક રાજ્યએ આદિજાતિ સલાહકાર કાઉન્સિલની સ્થાપના કરવાની રહેશે. 3. આદિજાતિ સલાહકાર કાઉન્સિલ 20 સભ્યોની બનેલી હશે.