GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
S-400 મિસાઈલ સીસ્ટમ કે જે ભારત રશિયા પાસેથી ખરીદવાનું છે તે બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. ભારતે કુલ 5 S-400 મિસાઈલ સીસ્ટમ ખરીદવાના કરાર ઉપર સહી કરી છે. II. આ S-400 મિસાઈલ સીસ્ટમ એ જમીન ઉપરથી હવા મિસાઈલ પરિવારની S-300 મિસાઈલની સુધારેલી આવૃત્તિ (Upgraded version) છે. III. મિસાઈલ સીસ્ટમની રવાનગી (delivery) 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની આબોહવાકીય પરિસ્થિતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. મધ્ય એશિયા તથા સાઈબીરીયા ક્ષેત્રમાંથી આવતા અતિશય ઠંડા અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ તરીકે કામ કરે છે. 2. હિમાલય ભારતીય ઉપખંડ તથા મધ્ય એશિયા વચ્ચે આબોહવાના વિભાજક તરીકે કાર્ય કરે છે. ૩. પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે. 4. ઉનાળા દરમ્યાન હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારતના મેદાનો ઉપર દક્ષિણ તરફ ફંટાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં જ પરીક્ષણ થયેલ સ્વદેશી રીતે વિકસાવાયેલી ‘સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન’ (SAAW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ? I. તેનું પરીક્ષણ હોક-આઈ (Hawk-i) હવાઈ જહાજથી થયું હતું. II. SAAW 1000 કિલોગ્રામ વર્ગનું ચોકસાઈ પ્રહાર શસ્ત્ર (precision strike weapon) છે અને 1000 કિ.મી.ની અવિધ ધરાવે છે. III. SAAW નો ઉપયોગ દુશ્મનના રડાર, બંકરો અને રન-વે વિગેરે જેવી અસ્કયામતો ઉપર હુમલા કરવામાં થઈ શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં છોડાયેલા આકાશ-NG મિસાઈલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. આ જમીનથી હવામાં મિસાઈલ છે. II. આ મિસાઈલની પ્રહાર અવધિ 300 કિ.મી. છે. III. આ મિસાઈલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવ્યું છે. IV. આ મિસાઈલ આસરે 96% સ્વદેશી સામગ્રી સાથે વિકસાવવામાં આવ્યું છે.