GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાનો રિટર્ન ફાઈલીંગના સંદર્ભમાં પ્રાસંગિક વ્યક્તિના કેસમાં GST ના નિયમો મુજબ સાચાં છે ? (I) ફોર્મ GSTR-1 કે જે માલ અને સેવાના બાહ્ય સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસે કે પહેલા ભરવા પડે છે. (II) ફોર્મ GSTR-2 કે જે આંતરિક સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસ બાદ પરંતુ 15મા દિવસ પહેલા ભરવા પડે છે. (III) ફોર્મ GSTR-3 કે જે પછીના મહિનાના 15મા દિવસ બાદ પરંતુ 20મા દિવસ પહેલા ભરવા પડે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાહેર દેવાના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો. (I) કેન્દ્ર સરકારની જામીનગીરીઓએ બિનવેચાણપાત્ર દેવાંનાં સાધનો છે. (II) રાજ્ય સરકારની જામીનગીરીઓ એ વેચાણપાત્ર દેવાંનાં સાધનો છે. (III) ટ્રેઝરી બિલ્સ એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે. (IV) નાની બચતો એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
બેંક સિલકમેળ એ બેંકખાતાની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં પડતા તફાવતને શોધી, તે બંને બાકીઓની મેળવણી કરવા તૈયાર કરવામાં આવે છે. નીચેના પૈકી કયાં તફાવતના કારણો છે ? (I) બેંકમાં ભરેલ અને જમા કરેલ ચેક. (II) બેંક ચાર્જિસ. (III) બેંકે જમા કરેલ વ્યાજ. (IV) ચેક અથવા હૂંડી નકારાય ત્યારે
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો. (I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે. (II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે. (III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે. (IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.