GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો / સાચું / સાચાં છે ? i. જગતનું સૌ પ્રથમ ક્લોન (cloned) પ્રાણી ડોલી - એક ઘેટું હતું. ii. માનવના ક્લોનીંગનો સૌ પ્રથમ કિસ્સો 2004 માં જર્મનીમાં નોંધાયેલ હતો. ii. પ્રજનન અને રોગનિવારક ક્લોનીંગ એ ક્લોનીંગના બે પ્રકારો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? i. રાજસ્થાની ચિત્રકલાનું મૂળ સ્ત્રોત પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલીમાં રહેલું છે. ii. રાજસ્થાની ચિત્રકલામાં ભારતીય ભીતચિત્રોની પરંપરા રહેલી છે. iii. પહાડી ચિત્રકલાના વિકાસમાં મુઘલ ચિત્રકલાનો પણ ફાળો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના ભૌગોલિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. મકરવૃત્ત ગુજરાતની ઉત્તર સરહદેથી પસાર થતું હોવાથી રાજ્ય અતિશય ગરમ અથવા ઠંડી આબોહવા ધરાવે છે. ii. વન હેઠળ ગુજરાત આશરે 19.66 લાખ હેક્ટર જમીન ધરાવે છે. iii. ગુજરાત ભેજવાળા પાનખર જંગલો ડાંગ તથા સુરત ક્ષેત્રના વ્યારા વિસ્તારમાં જોવા મળે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં એ કૃત્રિમ સ્વીટનર્સ (artificial sweeteners) એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે ? i. સેકેરીન ii. ફ્રૂક્ટોઝ iii. સુક્રોઝ iv. એસ્પાર્ટેમ (aspartame)
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) : નીચેની આલ્ફાન્યુમેરિક સંકેત શ્રેણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તે પર આધારીત પ્રશ્નોના ઉત્તર આપો. T $ 6 U K 7 % * 4 J O @ 2 3 L P 9 8 A # Y ^ 5 W & ઉપરની શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરો (alphabets) છે, કે જેમની તરત ડાબે એક મૂળાક્ષર (alphabet) અને તરત જમણે એક સંખ્યા (number) હોય ?