GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ખોટું | ખોટાં છે ? (I) ફાઈનાન્સ કંપનીના સંદર્ભમાં વ્યાજની આવક એ કામગીરીમાંથી મેળવેલ આવક તરીકે દર્શાવવામાં આવે છે. (II) “અનામત અને વધારો’’ની કુલ રકમ એ વધારો / ખોટની નકારાત્મક સિલકના મેળ બાદ દર્શાવવામાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ? (I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. (II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને સંખ્યાબંધ પરિબળો અસર કરે છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. (I) પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ધંધાના પ્રકાર સાથે સંબંધ નથી. (II) પેઢીની નિશ્ચિત મૌસમી કામગીરી હોય ત્યારે સામાન્ય રીતે ઊંચા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતના પ્રમાણમાં વધઘટ રહે છે. સાચો વિકલ્પ પસંદ કરો.