GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ઘટના / ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-I સાથે સંકળાયેલી છે ? I. કુંડલવન વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગિતીનું આયોજન II. બૌધ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવાં. III. પુરુષપુરને પોતાની રાજધાની બનાવવી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. II. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળામાં રંગવામાં આવ્યું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતની સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યા મુજબ નીચેના પૈકી કયા મૂળ તત્વો (elements) ભારતના બંધારણના મૂળભૂત માળખા હેઠળ આવે છે. 1. સમવાય તંત્ર 2. સામાજિક ન્યાય 3. ન્યાય માટેનું અસરકારક પ્રયોજન 4. વ્યક્તિના સ્વાતંત્ર્ય અને ગૌરવ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે વિધેયક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. 2. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની (જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં) સંયુક્ત બેઠક બોલાવી શકે છે. 3. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનને નામાંકિત કરી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો - વિધાન : તાજેતરમાં વિદેશની ધરતી પર ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં સુધારો થયો છે. તારણો : I. અગાઉની ટીમો વિદેશમાં રમતી વખતે કુશળ ન હતી. II. વિદેશોમાં મેચ જીતવી મુશ્કેલ હોય છે.
જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી