GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે. II. સુશ્રુત સંહિતાની પામ-પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઇબ્રેરી ખાતે સચવાયેલી છે. III. 'વાત્', 'પિત્ત' અને 'કફ', ત્રણે દોષો આયુર્વેદમાં મુખ્ય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો - વિધાન : ભારતમાં તમામ જગ્યાએ વધેલા કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોનો હાથ છે. તારણો : I. ભારતના 80% ખેડૂતો પાસે 1 હેકટરથી ઓછી જમીન છે. II. નાની જમીનોમાં મોટી જમીનો કરતાં વધારે ઉત્પાદકતા છે.
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બંધારણ સભાની રચના અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી. 2. પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવનાર હતી. 3. અન્ય જ્ઞાતિઓને (મુસ્લિમ તથા શીખ)ને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી. 4. ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું.